બસ એક
બસ એક ઊંઘ જોઇએ
પથ્થર ને પથારી બનાવવા માટે
બસ એક ભૂખ જોઈએ
ભોજન ને સ્વાદિષ્ટ માનવા માટે
નયન, બસ એક નયન જોઈએ
સ્રુષ્ટિ ને પ્રેમ થી નિહાડવા માટે
બસ એક ધગસ જોઈએ
વિચાર ને વર્તમાન બનાવવા માટે
જેમ થોડા ટીપા પાણી ના જોઈએ,
ખડતર ભૂમિ ને ફળદ્રુપ બનાવવા માટે
એમ નિષ્વાર્થ ભાવના જોઈએ,
કોઈ ને લગન થી મદદરૂપ થવા માટે
અને ફડની કોઈ આશા ના જોઈએ,
નિષ્વાર્થ ભાવે જીવન વિતવા માટે
Photo by Klavs Krumins on Unsplash

Life is as simple if we let it be that.