પ્રેમ માં બધું રંગીન લાગે છે પાનખર પણ મને વસંત લાગે છે વિરહ માં પણ એક રોમાંચ છે સમયાન્તર એ અનંત લાગે છે સાથી માંજ સંસાર થઈ જાય છે એના સિવાય બધા અદૃશ્ય લાગે છે પણ લાગણીઓનો વ્યવહાર કાંઈ અલગ જ છે જે અનુભવે એને જ સક્ષાત્કાર થાય છે પ્રેમ તૂટે ત્યારે વાસ્તવિકતા વિકસે છે શગડૂએ જાણે સ્પષ્ટ દેખાય છે સવાલોનો જાણે વરસાદ થાય છે સંસાર એ સંન્યાસ બની જાય છે મન વિચારો ચગડોડે ચડે છે વારંવાર વાસ્તવિકતાને સવાલ કરે છે શું મારો અનુભવ એ મારો જ હતો કે આંખે પ્રેમની કલ્પનાનો પાટો હતો હ્રદય તૂટે અને વિર વિખેર થાય છે મનમાં જાણે એક ભીષણ આગ બળે છે ક્યાં તો એ જીવિત કરી શકે એમ છે કે પછી કાયમ માટે મૃત્યુ કરી દેસે ફરી પ્રેમમાં પડવાનો ભય લાગે છે સાચું કહું તો એ રોકાણ હવે વ્યર્થ લાગે છે કોણ માટે મહેનત કરવી અને ક્યાં ફરી એ વાર્તા શરુ કરવી કશામાંયે આસક્તિ અશક્ય થઈ જાય છે જાણે હ્રદય પર મોટો પથ્થર અનુભવાય છે એકાંત માં જ ટાઢક લાગે છે
Photo by Joanna Kosinska on Unsplash
Awesome!