મૃગજળ
શુ હું જોઉં છું એ પ્રત્યક્ષ છે
કે પછી મારા મનનું પ્રતીત છે?
અનુભવ મારો એ ખરખર છે
કે ભ્રમ માં મદ એ બ્રહ્મિત છે?
સુખનો એક એ આભાસ છે
કે સક્ષમ મનોબળનો સંકેત છે?
દુઃખમાં હૃદય રગદોડ છે
કે સમયનો કાંટો સ્થગિત છે?
અસ્તિત્વ એક મૃત્યુ નું દાન છે,
કે અનંતનું કોઈ અજાણ્યું પાન છે?
અહમ્ ના પડછાયામાં આંધળી છે દ્રષ્ટિ,
કે સાદગીમાં જ છુપાયેલી છે સૃષ્ટિ?
મન ને વાળું આ સત્યની શોધમાં,
કે છોડું માયાને આશાઓની શોધ માં?
વહેમથી વિચારો ચગડોડે છે
કે વાસ્તવિકતઓ મૃગજળથી મેલી છે?
Photo by Mathieu Perrier on Unsplash